અમદાવાદમા કાળાડિબાંગ વાદળો સાથે વરસાદની હેલી

રાજયમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં આજે  સવારથી વરસાદી માહોલ જામ્યો છે.

New Update
વ

રાજયમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં આજે  સવારથી વરસાદી માહોલ જામ્યો છે.

શહેરના એસ.જી હાઈવે, થલતેજ, જુહાપુરા, સરખેજ ગોતા, ઈસનપુર, મણિનગર, વટવા, બોડકદેવ, જોધપુર, વાસણા, બાપુનગર, નરોડા અને શાહીબાગ સહિતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, આજે (29મી જુલાઈ) કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Latest Stories