/connect-gujarat/media/media_files/2025/05/04/MxJvx28LmkSifm85gNKi.jpg)
દેશમાં ચોમાસુ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ચોમાસું શનિવારે કેરળમાં પહોંચ્યું હતું.જ્યારે મહારાષ્ટ્રમાં પણ વરસાદનું આગમન થયું છે. મહારાષ્ટ્રમાં 15 દિવસ વહેલી ચોમાસાની પધરામણી થઈ છે. ત્રણ દિવસમાં ચોમાસુ મુંબઈ પહોંચવાની સંભાવના છે. ચોમાસુ ગુજરાતથી આશરે 425 કિમી દૂર છે. ચોમાસુ ગુજરાત પહોંચે તે પહેલા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ મધ્ય અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગો, સમગ્ર ગોવા, મહારાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના કેટલાક ભાગો અને મિઝોરમના કેટલાક ભાગો, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રમાં 15 દિવસ વહેલી ચોમાસાની પધરામણી થઈ છે. ત્રણ દિવસમાં મુંબઈ પહોંચવાની સંભાવના છે. ગુજરાતથી અંદાજે 425 કિમી દૂર છે. મહારાષ્ટ્રના દેવગડમાં ચોમાસુ પહોંચ્યું છે.
આજે 25મી તારીખે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં તથા દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
26મી તારીખે દક્ષિણ ગુજરાત જિલ્લાઓના નર્મદા,સુરત,ડાંગ, નવસારી, વલસાડ,તાપીમાં છૂટાછવાયા સ્થળોએ તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
27મીએ પંચમહાલ તથા દાહોદ,નર્મદા,ભરૂચ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં અને દમણમાં, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.