હવેથી ટિકિટ વિના ઓખા-બેટ દ્વારકા ફેરી બોટમાં એન્ટ્રી નહીં મળે, જાણો શું રહેશે ટિકિટનો દર

ઓખા –બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા છાશવારે ચર્ચામાં આવતી હોય છે. મુસાફરો પાસેથી રૂપિયા ઉઘરાવા ઉપરાંત નીતિ-નિયમને નેવે મૂકી પેસેન્જર ભરવા બાબતે અનેક વખત સવાલો ઉઠ્યા હતા

New Update
હવેથી ટિકિટ વિના ઓખા-બેટ દ્વારકા ફેરી બોટમાં એન્ટ્રી નહીં મળે, જાણો શું રહેશે ટિકિટનો દર

ઓખા –બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા છાશવારે ચર્ચામાં આવતી હોય છે. મુસાફરો પાસેથી રૂપિયા ઉઘરાવા ઉપરાંત નીતિ-નિયમને નેવે મૂકી પેસેન્જર ભરવા બાબતે અનેક વખત સવાલો ઉઠ્યા હતા, ત્યારે આ મામલે તંત્ર દ્વારા હવે આકરો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેનો એક વીડિયો અગાઉ વાયરલ થયો હતો, જેમાં પેસેન્જર પાસેથી વધુ પૈસા ઉપરાંત ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડાયા હતા. ત્યારે આ વાયરલ વીડિયો બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ફેરી બોટને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફેરી બોટ માટે ટિકિટ ફરજિયાત કરવામાં આવી છે. અગાઉથી ટિકિટ લીધી હશે તો જ બોટમાં પ્રવેશ મળશે. બોટમાં બેસીને રોકડમાં ભાડું આપી શકાશે નહીં. બોટના ચાલકો મોટી સંખ્યામાં મુસાફરો ભરતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વયસ્કો માટે એક તરફની ટિકિટના 20 રૂપિયા અને બાળકો માટે એક તરફની ટિકિટના 10 રૂપિયા નક્કી કરાયા છે. આ ભાવ આજથી અમલમાં આવી ગયા છે. થોડા સમય પહેલા જ ફેરી બોટમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ભરવામાં આવતા હોવાની અને વધુ નાણા ખંખેરી લેવામાં આવતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જે બાદ હવે ફેરી બોટમાં પ્રવાસીઓ માટે ટિકિટ ફરજિયાત કરવામાં આવી છે. પેસેન્જરોએ અગાઉથી ટિકિટ લેવી પડશે. ટિકિટ વગર પેસેન્જરને બોટમાં બેસાડવામાં આવશે નહીં અને કેપેસિટી જેટલા જ મુસાફરો બેસાડવા પડશે. આ સિવાય પુખ્તવયના લોકો માટે 20 અને બાળકોના 10 રૂપિયા ટિકિટ દર નક્કી કરવામાં આવ્યો છે. તેનાથી વધુ નાણા ઉઘરાવી શકાશે નહીં.

#ferry boat #Okha-Bet #BeyondJustNews #Dwarka #Connect Gujarat #without ticket #Gujarat #NO ENTRY
Latest Stories