Connect Gujarat
ગુજરાત

ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદનાં પ્રસિદ્ધ જગ્ન્નાથ મંદિરે દર્શન કરી પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણ મનાવી

X

ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે

અમિત શાહે અમદાવાદમાં ઉતરાયણનાં તહેવારની મજા માણી

અમિત શહે પતંગ ચગાવ્યા બાદ નાસ્તાની મજા પણ માણી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે પણ તેમણે દર વર્ષની જેમ ઉત્તરાયણના તહેવારની મજા અમદાવાદમાં માણી હતી. સવારે જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ તેઓ વેજલપુર વિધાનસભામાં આવેલા વિનસ પાર્ક ફ્લેટમાં પહોંચ્યા હતા.

ભાજપના કાર્યકરો, ધારાસભ્યો અને રહીશો સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પતંગ ચગાવી હતી. અમિત શહે પતંગ ચગાવ્યા બાદ નાસ્તાની મજા પણ માણી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ધારાસભ્ય અમિત ઠાકર, હર્ષદ પટેલ વગેરે હાજર રહ્યાં હતા.

Next Story