/connect-gujarat/media/post_banners/d8fd128b4ce7ec2621001d64c6f0e5d77f1357d913725825e637c80ff04285d4.jpg)
નવસારી શહેરમાં રામકથા કાર્યરત છે, જેનો લાભ લેવા રાજ્યના મંત્રી સહિતના રાજકારણીઓ દરરોજ પધારી રહ્યા છે, ત્યારે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કથાનું રસપાન કર્યું હતું. જે બાદ તેઓ પાર્ટીના કાર્યકરોને મળવા માટે ચા પે ચર્ચા જેવો કાર્યક્રમ યોજ્યો હતો.
નવસારી શહેરમાં આયોજિત રામકથાનું રસપાન કરવા આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવી પહોચ્યા હતા. કથામાં પહોંચ્યા બાદ હર્ષ સંઘવીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વધતાં દૂષણને દૂર કરવા માટે તેઓ સક્રિય છે, અને મોરારી બાપુ પણ સમાજિક દૂષણોને દૂર કરવા જે હાકલ કરે છે, તેને ગૃહમંત્રી સરાહનીય ગણાવી હતી. ત્યારબાદ નવસારી શહેરના પારસી હોસ્પિટલ પાસે આવેલા પાલિકાના ગ્રાઉન્ડ પાસેની ચાની લારી પર તેઓ આવી ચઢ્યા હતા. જ્યાં ભજીયા અને ચાની લિજ્જત માણી હતી. હર્ષ સંઘવી વહીવટમાં આવ્યા પહેલાં ભાજપના સક્રિય કાર્યકર હતા, ત્યારે અવાર નવાર નવસારી આવવાનું થતું તે સમયે શહેરના જાણીતા ભજીયાને આરોગતા હતા. જેથી દાઢે વળગેલા સ્વાદને ન ભૂલી તેઓ આજે નવસારીની ઊડતી મુલાકાતે આવતા કાર્યકરો સાથે મળીને ચા અને ભજીયાની જ્યાફત ઉડાવી હતી. તેઓની સાથે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/07/10/jn-2025-07-10-17-14-04.jpg)