ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને આપી ચેતવણી, કહ્યું- 'પાસપોર્ટ માટે આવતા નાગરિકોને ધક્કે ન ચઢાવવા'

હર્ષ સંઘવીએ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને ટકોર કરતાં કહ્યું કે, રાજ્યના કોઈ પણ નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરશે અને શહેરીજનોને ખાલી ખોટા હેરાન કે પરેશાન કરવા નહીં

New Update

ગુજરાત પોલીસના એક કાર્યક્રમમાં જ રાજ્યના હર્ષ સંઘવીએ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને ટકોર કરતાં કહ્યું કે, રાજ્યના કોઈ પણ નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરશે અને શહેરીજનોને ખાલી ખોટા હેરાન કે પરેશાન કરવા નહીં. અને મને એ વાતની જાણ થશે તો તે અધિકારી સામે હું પગલા ભરીશ. પછીને તે ભલે ઉચ્ચ અધિકારી હોય તેમણે વધુમાં જણાવ્યું કે, જેટલો સમય હોય તેટલા જ વ્યક્તિઓને બોલવામાં આવે અને કામગીરી કરવામાં આવે.

આ સાથે તેમણે પોલીસના અધિકારીઓને જણાવ્યું છે કે, મોબાઈલ ફોનની ચોરી થાય કે પછી પાસપોર્ટનું કામ હોય. નાગરિકોને બીજો ધક્કો ન ખાવો પડે. તેવી વ્યવસ્થા કરો કા તો નાગરિકોને એપોઈમેન્ટ આપવામાં આવે જેથી તેમને હાલાકી ન પડે. જો આ પ્રકારની ફરિયાદ કોઈ ઉચ્ચ અધિકારીઓને મળે જે રીતે આપણે આપણા તમામ સ્ટાફને સારુ કામ કરતા બીરદાવીએ છીએ અને જો આ પ્રકારનો ગેર વ્યવહાર સમાજના કોઈપણ નાગરિક જોડે થાય અને મારા સુધી આ વાત પહોંચશે તો હું પગલા ભરીશ.

Latest Stories