Connect Gujarat
ગુજરાત

વાહનચાલકો માટે ગુજરાત સરકારે કરી મહત્વની જાહેરાત

ગાંધીનગર ખાતે રાજ્યની કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આજે મહત્વની જાહેરાત કરી છે.

X

ગાંધીનગર ખાતે રાજ્યની કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આજે મહત્વની જાહેરાત કરી છે. ત્યારે તેમણે જણાવ્યું કે, વ્હીકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે જેને લઇને વાહન ચાલકો ખુશ થયા છે. ગાંધીનગરથી મંત્રી પૂર્ણેશ મોદીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, RTOમાં દરેક માટે નંબર પસંદગી ખૂબ મહત્વની હોય છે. દરેક વ્યક્તિ પોતાની પસંદગીના વ્હીકલ નંબર ઇચ્છતો હોય છે. ત્યારે હોવાથી વ્હીકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે. નવા વાહન માટે જૂનો નંબર માન્ય ગણાશે. વાહન વેચી શકે નંબર પોતાની પાસે રાખી શકે છે. નંબર પોતાની પાસે રાખે તેનો ચાર્જ લેવામાં આવશે. સ્ક્રેપ વાહન થાય તો પણ નંબર પોતાની પાસે રાખી શકાશે. ગોલ્ડન નંબર, સિલ્વર નંબર પ્રમાણે ચાર્જ લેવાશે. ત્યારે વાહન વ્યવહાર મંત્રી દ્વારા અરજદારોની રજૂઆત ધ્યાને લઇ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પ્રશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હીકલ નંબર રૉટન્શનની પોલીસીન અમલમાં મુકવામાં આવશે તેમ જણાવ્યું છે. આ પોલીસીમાં વાહન માલીક બે કિસ્સામાં તેના વાહન નંબર રીટેન્શન કરી શકશે. વાહન માલિક પોતે વાહન નંબર પોતાના દ્વારા ખરીદેલા વાહનો ઉપર જ રીટેન કરી શકશે. જુના વાહન ઉપર વાહન નંબર રીટેન થઇ શકશે નહીં. તેમજ જે વાહનનો નંબર રીટેન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રીટેન કરવાનો છે તે બન્ને વાહનો માલિકી એક જ વ્યક્તિ હોવી જરૂરી છે. વધુમાં જે વાહનની નંબર રીટેન કરવાનો છે તે વાહનની માલિકી વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઇશે અને બન્ને વાડીના પ્રકાર સમાન હોવા જરૂરી છે.

Next Story