Connect Gujarat
ગુજરાત

શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત: રાજ્યમાં આવતીકાલથી ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે

ગુજરાત સરકારે આજે મહત્વ નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.

X

ગુજરાત સરકારે આજે મહત્વ નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે શિક્ષણમંત્રી વાઘાણીએ સુરતમાં જાહેરાત કરી હતી. જો કે હાલમાં હાજરી મરજીયાત રાખવામાં આવી છે. ત્યારે સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે. મહત્વનુ છે કે, કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળાના 1થી 5 ધોરણના ઓફલાઈન વર્ગો આવતીકાલથી ખુલશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી હતી.

Next Story
Share it