અમરેલી : વધતી ગુન્હાખોરીને ડામવા માટેનો પ્રયાસ,મહિલા સરપંચ અને પોલીસ દ્વારા પરપ્રાંતીય લોકોનું રજીસ્ટ્રેશન કરાયું

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામમાં ખેડૂત ખાતેદારો છે,જેના કારણે આ ખેતી કામ માટે 1500 જેટલા પરપ્રાંતીય મજૂરો જીરામાં વસવાટ કરે છે...

New Update
  • જીરા ગામના મહિલા સરપંચની અનોખી પહેલ

  • વધતી ગુન્હાખોરીને ડામવાનો પ્રયાસ

  • પરપ્રાંતીય લોકોનું કરાવ્યું રજીસ્ટ્રેશન

  • પોલીસના સહયોગથી કરવામાં આવી કામગીરી

  • પોલીસે મહિલા સરપંચની પહેલને બિરદાવી

અમરેલી જિલ્લામાં વધતી ગુન્હાખોરી અટકાવવા માટેના પયાસો કરવામાં આવી રહ્યા છે,ગામના મહિલા સરપંચ દ્વારા પોલીસ તંત્રના સહયોગથી પરપ્રાંતીય લોકોનું રજીસ્ટ્રેશન કરવાનો એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. 

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામમાં ખેડૂત ખાતેદારો છે,જેના કારણે આ ખેતી કામ માટે 1500 જેટલા પરપ્રાંતીય મજૂરો જીરામાં વસવાટ કરે છે. અમરેલી જિલ્લામાં મારામારી,ચોરીલૂંટ અને હત્યા જેવી ગંભીર ઘટનાઓ અગાઉ ઘટી હોય ત્યારે વૃદ્ધોની ચિંતા ગામની શિક્ષિત મહિલા સરપંચને થઇ હતી. અને મહિલા સરપંચે જીરા ગામના 1500 જેટલા પરપ્રાંતીય ખેતમજૂરોના આધારકાર્ડફોટો સાથે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પોલીસના સહયોગથી શરૂ કરી હતી.

મહિલા સરપંચ દક્ષા ચોડવાડીયાના આ નવતર પહેલને પોલીસ અધિકારીઓએ બિરદાવી હતી.અને જીરા ગામના ચોકમાં તમામ પરપ્રાંતીય મજૂરોને બોલાવીને પોલીસ અધિકારીએ ગુન્હાખોરી અટકે તે માટે પરપ્રાંતીય મજૂરોને સંદેશ આપ્યો હતો. સાથે સાથે અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો વધુ વસવાટ હોવાથી ખેત મજૂરોને બાળકોની કાળજી રાખવાની પણ સલાહ અમરેલી જિલ્લાના એસ.પી.સંજય ખરાતે આપી હતી.

 આ પહેલ દરમિયાન મહિલા સરપંચને પોલીસે સત્કારી સન્માનિત કર્યા હતા.અને અમરેલી એસ.પી.સંજય ખરાતે સાયબર ક્રાઈમ અને વન્યપ્રાણીઓ અંગે વિશેષ સમજણ પરપ્રાંતીય ખેત મજૂરોને આપી હતી.વધુમાં દાહોદપંચમહાલ અને મધ્યપ્રદેશના ખેત મજૂરોને શાંતિથી રહેવાની સલાહ પણ અમરેલી એસપી સંજય ખરાતે આપી હતી.

Latest Stories