યુરિયા ખાતરના કાળા કારોબારનો મામલો
કૃષિ વિભાગે રેડ કરીને કર્યો પર્દાફાશ
બંધ ગોડાઉનમાંથી ઝડપાયો જથ્થો
361 થેલી કરવામાં આવી જપ્ત
કૃષિ વિભાગે શરૂ કરી તપાસ
દાહોદ જિલ્લાના રાછરડા ગામમાં એક બંધ ગોડાઉનમાંથી કૃષિ વિભાગની ટીમે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો હતો,અને 361 થેલી યુરિયા ખાતરની જપ્ત કરીને કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો.
દાહોદ જિલ્લાના રાછરડા ગામમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે યુરિયા ખાતરનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ગ્રામજનો તેમજ ખેડૂતો દ્વારા કૃષિ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી.જે ફરિયાદને આધારે કૃષિ વિભાગના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને બંધ ગોડાઉન પર રેડ કરી હતી.આ રેડમાં ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો,કૃષિ વિભાગે 361 જેટલી યુરિયા ખાતરની થેલી જપ્ત કરી હતી.
એક તરફ જ્યાં ખેડૂતોને ખેતી માટે યુરિયા ખાતરની અછત સર્જાય છે,તો બીજી તરફ ખાતર માફિયાઓ દ્વારા યુરિયા ખાતરનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે.કૃષિ અધિકારીના જણાવ્યા મુજબ ગોડાઉનમાં જરૂરી લાયસન્સ અને પરવાનગી વગર યુરિયા ખાતરનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે,અને ગોડાઉન સંચાલકની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની તેઓએ જણાવી રહ્યા છે.અને આ ખાતરનો જથ્થો રાજસ્થાનનો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.