પેપર લીક કાંડ બાદ ગુજરાત સરકાર એક્શનમાં, IPS હસમુખ પટેલને સોંપી મહત્વની જવાબદારી

ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

New Update
પેપર લીક કાંડ બાદ ગુજરાત સરકાર એક્શનમાં, IPS હસમુખ પટેલને સોંપી મહત્વની જવાબદારી

ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સરકાર દ્વારા પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલ જવાબદારી સોંપાઈ છે. નોંધનીય છે કે, IPS હસમુખ પટેલ અનેક બોર્ડના ચેરમેન છે.

તાજેતરની LRDની પરીક્ષા તેમના નેતૃત્વમાં લેવામાં આવી હતી. તેમણે જે ફોર્મેટ તૈયાર કર્યુ હતુ. જેને કારણે પરીક્ષા સરળતાથી પૂર્ણ થઇ હતી.બજેટ સત્રમાં પેપર લીકના કાયદા અંગે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. જોકે હવે IPS હસમુખ પટેલ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેની જવાબદારી મળ્યા બાદ તેઓ આજે સાંજ સુધીમાં ચાર્જ સંભાળે તેવી સંભાવના છે. આ સાથે 100 દિવસની અંદર પ્રશ્નપત્ર કાઢવાથી લઇને પરીક્ષા કેન્દ્રનું આયોજન કરવાનું રહેશે.15 લાખથી પણ વધુ પરીક્ષાર્થીઓ આ વખતે પરીક્ષામાં બેસવાના હતા, ત્યારે ફરીથી પરીક્ષાનું આયોજન ટુંક સમયમાં કરવુ પડશે. 

Latest Stories