જુનાગઢ : માણાવદરના પાદરડીમાં લોકો દોરડા અને ટાયરના સહારે જીવના જોખમે નદી પસાર કરવા બન્યા મજબૂર

માણાવદર તાલુકાના પાદરડી ગામે પસાર થતી ઓઝત નદી ઉપરનો પુલ ત્રણ વર્ષ પહેલા તૂટી જવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે...

New Update
  • પાદરડીમાં જીવન જોખમે નદી પસાર કરતા લોકો

  • વિકાસની વાતોને પોકળ સાબિત કરતી ઘટના  

  • ઓઝત નદી પરનો પુલ ત્રણ વર્ષ અગાઉ તૂટી ગયો હતો

  • દોરડા અને ટાયરના સહારે નદી પસાર કરતા લોકો 

  • વિદ્યાર્થીઓ પણ જોખમ ખેડીને જાય છે શાળામાં 

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામે લોકો જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે.અને દોરડા અને ટાયરના સહારે નદી પસાર કરી લોકો પોતાના રોજબરોજના કામ પર જવા માટે મજબુર બન્યા છે.

જુનાગઢ જિલ્લાના ઓઝત નદી પર આવતા ગામડાઓની હાલત ખૂબ જ દયનીય બની છે.માણાવદર તાલુકાના પાદરડી ગામે પસાર થતી ઓઝત નદી ઉપરનો પુલ ત્રણ વર્ષ પહેલા તૂટી જવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને નદી પસાર કરવા દોરડા અને ટાયરની મદદથી જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે. તેમજ બાળકોને અભ્યાસ કરવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.

ત્રણ વર્ષ પહેલા ધોધમાર વરસાદને કારણે ઓઝત નદીમાં આવેલા ઘોડાપૂર આવતા પાદરડી ગામનો પુલ ધોવાઈ ગયો હતો અને એક ખેતર થી બીજા ખેતર જવા માટે લોકોને મુશ્કેલી પડી હતી.રસ્તો રીપેર કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે.પરંતુ માત્ર કાગળ ઉપર જ વાતો થઇ છે.લોકો પણ હવે રજૂઆત કરીને કંટાળી ગયા છે અને વિકાસની વાતો માત્ર પોકળ સાબિત થઇ રહી હોવાની લાગણી પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે વહેલી તકે હવે ઓઝત નદી પર પુલનું નિર્માણ કરવામાં એ તેવી માંગ કરવામાં આવી છે. 

300થી 400 વીઘા જમીનમાં ખેતી કરતા ખેડૂતોને ખેત મજૂરો લઈ જવા તેમજ ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ દોરડા વડે લટકીને પસાર થવું પડે છે. ઉપરાંત જ્યારે પણ કોઈને મેડિકલ ઇમરજન્સીની જરૂરિયાત હોય તો આવી જ રીતે દર્દીઓને પણ લઈ જવાની ફરજ પડે છે.છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલા પુલને રીપેર કરવા માટે અવારનવાર સાંસદથી લઈને ધારાસભ્ય તેમજ અધિકારીઓને રજૂઆત કરી છે,પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ હતી.

Latest Stories