Connect Gujarat
ગુજરાત

ચૂંટણી આવતા અલ્પેશ ઠાકોર મેદાનમાં,કરશે ખાટલા બેઠક

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પણ પ્રચાર પ્રસારના કામમાં જોતરાઇ ગયા છે.

ચૂંટણી આવતા અલ્પેશ ઠાકોર મેદાનમાં,કરશે ખાટલા બેઠક
X

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પણ પ્રચાર પ્રસારના કામમાં જોતરાઇ ગયા છે. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના મોટા આગેવાનોના ગુજરાત પ્રવાસ પણ જોવા મળ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં જુદા જુદા પક્ષના સ્થાનિક કક્ષાના નેતાઓએ પણ નાના પાયાથી પ્રચાર પ્રસાર કરવાનું આયોજન કરી લીધુ છે. ભાજપ નેતા અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પણ આગામી મહિનાથી ગુજરાતના તમામ તાલુકાઓમાં સ્નેહ સંવાદ યાત્રા કરશે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય ઠાકોર સેનાના સંગઠનને વધુ મજબૂત કરવા અલ્પેશ ઠાકોર કામે લાગે. હવે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ગુજરાતના તમામ તાલુકાઓમાં સ્નેહ સંવાદ યાત્રા કરશે. ચૂંટણી પહેલા અલ્પેશની આ યાત્રા રાજકીય કદને વધુ મજબૂત કરવા માટેની મથામણ માનવામાં આવે છે. અલ્પેશ ઠાકોર આગામી 10 એપ્રિલથી બનાસકાંઠાના કાંકરેજ થી સ્નેહ સંવાદ યાત્રાનો પ્રારંભ કરશે. જેમાં દરેક તાલુકા મથકે ઠાકોર તેમજ OBC સમાજ ના આગેવાનો સાથે અલ્પેશ ઠાકોર ખાટલા બેઠક કરશે.

ભૂગર્ભમાં ધકેલાયેલી ઠાકોર સેનાને વિધાનસભા ચૂંટણી પહેલા જીવંત કરવા અલ્પેશ ઠાકોરની આ સામાજિક રાજકીય યાત્રા શરૂ થશે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. અલ્પેશ ઠાકોર એ ક્ષત્રિય સમાજમાં મોટી પકડ ધરાવે છે. ત્યારે ચૂંટણી પહેલા ઠાકોર સમાજના મત એકત્ર કરવા માટે ભાજપ નેતા દ્વારા ખાટલા બેઠક થકી આ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હોવાનું માની શકાય તેમ છે..

Next Story