વાપીમાં ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી
લવ ટ્રાયએંગલમાં હત્યાની ઘટનાથી પંથકમાં ચકચાર
પ્રેમિકા સાથે મળી પ્રેમીએ યુવકની ચપ્પુ વડે હત્યા કરી
બનાવના પગલે જિલ્લાભરની પોલીસ ઘટનાસ્થળે દોડી
લોકોના નિવેદન અને CCTV સહિત પોલીસ તપાસ શરૂ
વલસાડ જિલ્લાના વાપી શહેરમાં લવ ટ્રાયએંગલમાં યુવકની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે, ત્યારે હાલ તો આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના વાપી શહેરમાં એક યુવતી અને 2 યુવકોના લવ ટ્રાયએંગલમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં પ્રેમિકા સાથે મળી પ્રેમીએ યુવકની ચપ્પુ વડે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ વાપી પોલીસ, LCB, SOG અને જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
હત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરતા મૃતક દિલીપ છગન નકુમ હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તો બીજી તરફ, ઘટના સ્થળની આજુબાજુમાં રહેતા લોકોના નિવેદન અને CCTV કેમેરાના ફૂટેજ ચેક કરી વાપી ટાઉન પોલીસની ટીમે ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ હાથ ધર્યો છે.