પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ ખાતે 79'માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, સોમનાથ મહાદેવને પ્રાત: ત્રિરંગા શ્રુંગાર કરાયો...

સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશભક્તિ અને શિવભક્તિના અનોખા સમન્વય સાથે પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને પ્રાતઃ ત્રિરંગા શૃંગાર કરવામાં આવ્યો

New Update
  • શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ

  • શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી

  • દેશભક્તિ અને શિવભક્તિના અનોખા સમન્વય સાથે ઉજવણી કરાય

  • ભગવાન શ્રી સોમનાથ મહાદેવને પ્રાતઃ ત્રિરંગા શૃંગાર કરવામાં આવ્યો

  • શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું

કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અને પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ ખાતે 79મા સ્વતંત્રતા પર્વની દેશભક્તિ અને શિવભક્તિના અનોખા સમન્વય સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

સોમનાથ મંદિર કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છેસ્વતંત્રતાની સાથે જ આ મંદિર નિર્માણનો પ્રકલ્પ પ્રારંભ થયો હતોત્યારે સોમનાથમાં આજરોજ 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશભક્તિ અને શિવભક્તિના અનોખા સમન્વય સાથે શ્રી સોમનાથ મહાદેવને પ્રાતઃ ત્રિરંગા શૃંગાર કરવામાં આવ્યો હતોતેમજ મંદિર પરિસરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

 જેમાં સોમનાથ સુરક્ષામાં ફરજ બજાવતા સુરક્ષા સ્ટાફટ્રસ્ટના કર્મચારીઓમંદિરના પૂજારી,યાત્રીકો જોડાયા હતા. ધ્વજ વંદન સાથે ભારત માતાની વંદના કરવામાં આવી હતીતેમજ જેમના સંકલ્પ થકી સોમનાથ મંદિરબુ  નિર્માણ થયું તેવા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સ્વતંત્રતાનો સંદેશ આપતા જણાવ્યુ હતું કેદેશના યશસ્વી વડાપ્રધાન તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છેતેનાથી આપણે અનુભવ કરી રહ્યા છીએ કેઆપણો દેશ સર્વાંગી વિકાસ મેળવી રહ્યો છે. મેક ઇન ઇન્ડિયાસ્વ્ચ્છ ભારત અભિયાન જેવી સર્જનાત્મક વિચારધારાથી રાષ્ટ્ર વિકાસના પથ પર અગ્રેસર થયુ છે. એક ભારતશ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકર થઇ રહ્યું છે. આ તબબકે ભારત દેશ ઉતરોતર પ્રગતિ કરે તેવી શ્રી સોમનાથ મહાદેવને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.

Latest Stories