ભારતીય ડાક વિભાગની સરાહનીય કામગીરી
રક્ષાબંધનના નિમિત્તે વિશેષ વોટરપ્રુફ કવર તૈયાર કરાયા
ભાઈ માટે આખા ભારતમાં રાખડી મોકલી શકશે બહેનો
રંગબેરંગી ડિઝાઇનર રાખી એન્વલપ્સ તૈયાર કરાયા
ઈન્ડિયા પોસ્ટના લોગો સાથે ડિઝાઈન તૈયાર કરાઇ
ભારતીય ડાક વિભાગ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વિશેષ વોટરપ્રુફ કવર તૈયાર કરવામાં આવ્યા છે જેમાં બહેનો ભાઈ માટે આખા ભારતમાં રાખડી મોકલી શકશે. આગામી થોડા જ દિવસોમાં ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. આ પર્વ પર દૂર રેહતા ભાઈઑ માટે બહેનો પોસ્ટ દ્વારા રાખડી મોકલતી હોય છે. ત્યારે આ રક્ષાબંધનના પર્વ નિમિતે બહેનો ડિઝાઇનર એન્વલપમાં પોસ્ટ દ્વારા રાખડી મોકલી શકશે
આ માટે ભારતીય ડાક વિભાગ દ્વારા ખાસ રાખી કવર તૈયાર કરવામાં આવ્યા છે.રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા રંગબેરંગી ડિઝાઇનર રાખી એન્વલપ્સ તૈયાર કરાયા છે. આ ખાસ રાખી એન્વલપ્સ ઉત્તર ગુજરાત ક્ષેત્રના અમદાવાદમાં અમદાવાદ જીપીઓ, નવરંગપુરા એચપીઓ અને રેવડી બજારની હેડ પોસ્ટ ઓફિસ તેમજ મુખ્ય પોસ્ટ ઓફિસ અને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની પસંદગીની સબ પોસ્ટ ઓફિસોમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
જોકે પાલનપુર ડિવિઝનમાં હાલમાં 2 હજાર જેટલા વિશેષ રાખી ઉપલબ્ધ કરાવાયાં છે જે ડિવિઝનમાં આવતી પોસ્ટ ઓફિસોમા વેચાણ અર્થે વિતરણ કરાયા છે બહેનો હાલમાં મુખ્ય પોસ્ટ ઓફીસ પાલનપુર ખાતે આ વીશેષ રાખી કવર ખરીદવા આવી રહી છે.આ રાખી એન્વલપ્સ પર ઈન્ડિયા પોસ્ટના લોગો અને રક્ષાબંધન ઈમેજ સાથે ડિઝાઈન કરવામાં આવ્યા છે. વિશિષ્ટ ડિઝાઇનને કારણે, તે અન્ય મેઇલમાંથી સૉર્ટ કરવામાં અને 'રક્ષા બંધન' તહેવાર પહેલાં વિતરણ કરવામાં મદદ મળશે. પોસ્ટ વિભાગ તરફથી તૈયાર કરેલ રાખી કવર બહેનો દ્વારા ખરીદવામાં આવી રહ્યા છે અને રક્ષાબંધન પહેલા ભાઈઓને રાખડીઓ મોકલવા માટે બહેનો પણ તૈયારીમાં લાગી ગઈ છે