મોંઘવારીનો "ઝટકો" : અમુલ દૂધના ભાવમાં રૂ. 2નો વધારો, ઉત્પાદન ખર્ચ વધતાં નિર્ણય લેવાયો...

રાજ્યમાં આવતીકાલથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમુલ ગોલ્ડ 500ML દૂધનો ભાવ 31 રૂપિયા થઇ જશે,

મોંઘવારીનો "ઝટકો" : અમુલ દૂધના ભાવમાં રૂ. 2નો વધારો, ઉત્પાદન ખર્ચ વધતાં નિર્ણય લેવાયો...
New Update

રાજ્યમાં આવતીકાલથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમુલ ગોલ્ડ 500ML દૂધનો ભાવ 31 રૂપિયા થઇ જશે,તો અમૂલ શક્તિ 500ML દૂધનો ભાવ 28 રૂપિયા થઇ જશે, જ્યારે અમુલ તાજા 500ML દૂધનો ભાવ 25 રૂપિયા થઈ જશે. જોકે, અમૂલે 6 મહિનામાં બીજીવાર દૂધના ભાવમાં વધારો કરતાં સામાન્ય વર્ગ પર મોંઘવારીનો બોજ વધ્યો છે.

અમુલ દૂધના ભાવમાં ફરી એકવાર વધારો લાગુ કરતા ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી તો જનતા પરેશાન છે. એમાં પણ હવે મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને દૂધનો ભાવ વધારો સહન કરવો પડશે. અમુલ ગોલ્ડ, શક્તિ અને તાજા સહિત તમામ દૂધમાં અમુલે લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. જે ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે. એટલે કે, તારીખ 17મી ઓગષ્ટથી આ નવો ભાવ વધારો લાગુ થશે. આમ, છેલ્લા 1 વર્ષમાં લિટરે 6 રૂપિયાનો ભાવ વધારો કરાતા જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગશે. આ પ્રથમવાર નથી કે, અમુલ દૂધમાં ભાવ વધારો થયો હોય, જેની પહેલા પણ અનેક વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જોકે, હવે સતત ભાવ વધારાથી ફરી એકવાર સામાન્ય જનતા પર બોજ વધ્યો છે.

#Gujarat #India #Connect Gujarat #BeyondJustNews #milk #Price #hike #Amul Dairy #Hike Rate #Inflations
Here are a few more articles:
Read the Next Article