Connect Gujarat
ગુજરાત

મોંઘવારીનો "માર" : ગરમીના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

દેશભરમાં સામાન્ય માણસ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રસોઇ ગેસ પર મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે

X

દેશભરમાં સામાન્ય માણસ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રસોઇ ગેસ પર મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે, ત્યારે હવે લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. શાકભાજીના ભાવ વધતાં હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

ગરમી વધવાની સાથે જ લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. તાજેતરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા લીલા શાકભાજીની આવક ઓછી થઇ છે. ગરમીના કારણે લીલા શાકભાજીની આવક માર્કેટમાં ઓછી થવાની સાથે માંગમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં લીલા શાકભાજીના ભાવ ડબલ થઇ ગયા છે. શાકભાજીના વેપારીઓનું કહેવું છે કે, ગરમી વધવાની સાથે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ગરમીના કારણે લીલા શાકભાજી જલ્દી ખરાબ થઇ જતા હોવાથી વેપારીઓને તેનું નુકશાન વધારે આવતું હોય છે. જેથી આ બધા સમીકરણોના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. પરંતુ કોરોના બાદ લીલા શાકભાજીની માંગ વધી છે. એક સપ્તાહમાં ભાવમાં 10થી 15 ટકા જેટલો વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા ઘણા દિવસથી થતાં ભાવવધારાના કારણે માલભાડામાં પણ વધારો થયો છે. જેની અસર શાકભાજીના ભાવ પર પડી છે.

Next Story