ગુજરાતATSએ કર્યો બોગસ લાઇસન્સ કૌભાંડનો પર્દાફાશ
મણિપુર-નાગાલેન્ડના બોગસ લાઇસન્સના આધારે ખેલ કર્યો
ગુજરાતATS હથિયાર ખરીદવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું
2016 પહેલાંનાUIN વિનાના લાઇસન્સથી હથિયાર ખરીદ્યા
આરોપીઓની મોડસ ઓપરેન્ડીનોATSએ કર્યો છે પર્દાફાશ
રાજ્યભરમાં હાલ મણિપુર અને નાગાલેન્ડના બોગસ લાઇસન્સના આધારે હથિયાર ખરીદવાના કૌભાંડની ચર્ચા ચાલી રહી છે. આરોપીઓએ વર્ષ 2016 પહેલાં ઇસ્યુ થયેલાUIN નંબર વિનાના લાઇસન્સમાં ખેલ પાડી ગુજરાતમાં હથિયારોના બોગસ લાઇસન્સનું રેકેટ શરૂ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
રાજ્યભરમાં હાલ મણિપુર અને નાગાલેન્ડનાં બોગસ લાઇસન્સના આધારે હથિયાર ખરીદવાના કૌભાંડની ચર્ચા ચાલી રહી છે. આ કેસમાં 23 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ગુજરાતATSએ પકડેલા આરોપીઓ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાંથી કેવી રીતે બોગસ લાઈસન્સ લેનારા શખસોએ હથિયારનું લાઇસન્સ લેવા માટેUIN (યુનિક આઇડેન્ટિફિકેશન નંબર) ફરજિયાત થયા પહેલાં રિન્યૂ નહીં થયેલા લાઇસન્સમાં ખેલ કર્યો હતો. આ લાઇસન્સમાં ચેડાં કરીને લોકોનાં નામ ઘુસાડ્યાં હતાં તેમજ ગમે તેમ કરીને ડોક્યુમેન્ટ દ્વારા અન્ય રાજ્યમાંથી ભાડા કરાર મેળવવા સુધીના આખા રેકેટની કડી ગુજરાતATSએ શોધી કાઢી છે.
ગેરકાયદે હથિયારનું સમગ્ર રેકેટ ચલાવનારા ભેજાબાજોએ અન્ય રાજ્યના લાઇસન્સના આધારે હથિયાર ખરીદ્યા, ત્યારે આ ટોળકીએ છટકબારી શોધીને 2016 પહેલાંUIN નંબર ફરજિયાત થયો તે પહેલાના લાઇસન્સનો ડેટા ભેગો કર્યો હતો. ખાસ કરી હાથથી લખેલા લાઇસન્સમાં એજન્ટ અને ગુજરાતના ખેલાડીઓએ રીતસર આખી સિસ્ટમ ગોઠવી હતી. એમાંUIN નંબર વગર હથિયાર મળી શકે એવી છટકબારી રાખવામાં આવી હતી.UIN નંબર ફરજિયાત થયા બાદ જૂના હાથેથી લખેલા અને રિન્યૂ નહીં થયેલા લાઇસન્સમાં ગુજરાતીમાં નામ અને ફોટો લગાવી બોગસ લાઇસન્સ તૈયાર કર્યાં હતા.
ગુજરાતATSએ જણાવ્યું હતું કે, 2016થી હથિયાર માટેUIN નંબર ફરજિયાત થતાં જૂનાં લાઇસન્સમાં ગોટાળો કરવાનું શરૂ થયું હતું. મોટા ભાગના લાઇસન્સ બોગસ છે. જેની તપાસ ચાલુ છે. અલગ અલગ રાજ્ય દ્વારા આ અંગે જાણ થતાં લાઇસન્સ રદ કરવાની અને કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં આવેલા મોટા ભાગના લાઇસન્સ હાથથી લખેલાં હોવાનું સામે આવ્યું છે. મણિપુર ઓથોરિટીએ હથિયાર લાઇસન્સ રદ્દ કરવા અને જવાબદાર સામે કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રેકેટ સાથે તપાસમાં હજી મહત્વની કડી સામે આવી શકે છે. હાલ અલગ અલગ રાજ્ય દ્વારા આ સંદર્ભે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.