/connect-gujarat/media/media_files/2026/01/03/international-kite-festival-2026-01-03-15-44-12.jpg)
નર્મદા જિલ્લાના એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. 11મી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાય હતી.
નર્મદા જિલ્લામાં એકતાનગરના આંગણે આગામી તા. 11 જાન્યુઆરી, રવિવારના રોજ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026” સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે યોજાનાર છે. જેના આગોતરા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાય હતી.
આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરએ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને સોંપાયેલી કામગીરી યોગ્ય રીતે થાય, વિદેશમાંથી આવતા પતંગબાજોની સુરક્ષા સાથે પ્રોટોકોલ જળવાય રહે તેની કાળજી રાખવા અને પતંગોત્સવ ખરેખર મહોત્સવ બની રહે તે જોવા સૌને પોત પોતાની ફરજ અદા કરવા તેમજ આ મહોત્સવ કાર્યક્રમમાં કાયદા વ્યવસ્થાની જાળવણી, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, વીજ પુરવઠો જળવાઈ રહે, આરોગ્ય ટીમ હાજર રાખવા જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદભૂત અવસર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ અને જિલ્લાના નાગરિકોને લાભ લેવાની સોનેરી તક મળી રહેશે. આ બેઠકમાં નાંદોદ પ્રાંત અધિકારી પરસનજીત કૌર, નાયબ કલેકટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, નાયન કલેકટર વિધુ ખૈતાન, નાયબ પોલીસ અધિકક્ષક પી.આર.પટેલ અને એસ.એમ.શર્મા સહિત જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.