New Update
/connect-gujarat/media/media_files/2025/02/04/QjzfZK4oYnWt5evrbUYf.png)
IPS અધિકારી અભય ચુડાસમાએ વય નિવૃત્તિ પહેલા રાજીનામું આપ્યું છે.તેઓ 1998 બેચના IPS અધિકારી છે અને ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા. હાલમાં પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા.
અભય ચુડાસમા 1998 બેચના IPS અધિકારી છે. તેઓ મૂળ ધોળકા નજીક રતનપુર ગામના વતની છે. તેમને નાની ઉંમરે જ અંકલેશ્વર ખાતે DYSP તરીકે પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. તેમને પોલીસ સેવામાં લાંબી સેવા બાદ એપ્રિલ 2024માં ગાંધીનગરમાં સ્ટેટ પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આઠ જ મહિનામાં નિવૃત્ત થવાના હોવા છતાં વહેલા રાજીનામા કારણે તેમના અનેક સાથી પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા.
Latest Stories