Connect Gujarat
ગુજરાત

શું ખતમ થઈ રહ્યો છે પોલીસનો ડર? ભાજપના નેતાના પુત્રએ કરી ખુલ્લેઆમ ફાયરિંગ ........

ગુજરાતમાં હવે જાણે હવે પોલીસનો ડરજ ના હોય તેમ ખુલ્લે આમ ફાઇરિંગ થઈ રહ્યું છે.

શું ખતમ થઈ રહ્યો છે પોલીસનો ડર? ભાજપના નેતાના પુત્રએ કરી ખુલ્લેઆમ ફાયરિંગ ........
X

ગુજરાતમાં હવે જાણે હવે પોલીસનો ડરજ ના હોય તેમ ખુલ્લે આમ ફાઇરિંગ થઈ રહ્યું છે. પોલીસનો ડર દિવસેને દિવસે સાવ ખતમ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એવો જ એક કિસ્સો સુરત શહેરમાં બન્યો છે. જ્યાં ભાજપના એક નેતાના પુત્રએ ફાયરિંગ કર્યું છે. સુરતના પાલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. લેબર કોન્ટ્રાકટર પર ફાયરિંગ બનાવ સામે આવ્યો છે. સુરત ભાજપ વોર્ડ 1ના કોર્પોરેટર અને બિલ્ડર અજિત ઈશ્વર પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયા દ્વારા ફાયરિંગ કરાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. જો કે મિસ ફાયરિંગ થતાં દુર્ઘટના ટળી છે. જો કે મોડી રાત્રે પોલીસે સમગ્ર બનાવમાં કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. સુરત ભાજપ વોર્ડ 1ના કોર્પોરેટર અને બિલ્ડર અજિત ઈશ્વર પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ ફાયરિંગ કર્યું છે. ભેંસાણ રોડ પર આવેલ નિર્માણધીન ઈશ્વર કૃપા સોસાયટીના બાંધકામ પર ઘટના બની છે. બાંધકામ સાઇટ પર કામ પૂર્ણ થઈ જતા લેબર કોન્ટ્રાકટર પોતાના મજૂરોને અન્ય સાઇટ પર મૂકી આવ્યો હતો. જ્યાં હાલ ચાલી રહેલ બાંધકામ સાઇટ પર કામ બાકી હોવાથી બિલ્ડર પુત્ર અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે માથાકૂટ થઈ હતી. પોલીસે બિલ્ડર પુત્રની ધરપકડ કરી પોલીસ મથકે લઈ આવી છે. હાલ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Next Story