/connect-gujarat/media/post_banners/cae401817ba6c718a4de845c066e2a3b445708bf3e4012c12182993ea165e8d3.webp)
રાજ્યમા ચોમાસુ વિદાય તરફ વળ્યું છે, ચોમાસાની વિદાયની વચ્ચે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે આજે ફરી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની વિદાય વચ્ચે પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદની સંભાવના છે. આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણમાં વરસાદ વરસી શકે છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હવે ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. કચ્છમાંથી ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વાર માઠા સમાચાર મળી રહ્યાં છે. પહેલાંની હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રીમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે ખેલૈયા ખુશખુશાલ હતા, પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ છે.
હાલની આગાહી મુજબ નવરાત્રીમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રીના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે.