-
નગરપાલિકા બની સોલાર સંચાલિત
-
વીજબીલમાં પાલિકાને મળી રાહત
-
અંદાજીત 15 લાખનું આવતું હતું વીજબીલ
-
સોલાર સિસ્ટમથી વીજબીલનું ભારણ ઘટ્યું
-
પાલિકનું લાખોનું વીજબીલ થયું શૂન્ય
અમરેલી જિલ્લાના દરિયાઈ કાંઠા વિસ્તારની જાફરાબાદની આખી નગરપાલિકા સોલાર સંચાલિત સિસ્ટમથી ચાલે છે,જેના કારણે લાખોના બીલમાંથી છૂટકારો મળ્યો છે.સોલાર ઉર્જા સંચાલિત પાલિકા ઝીરો વીજબીલ સંચાલિત પાલિકા બની ગઈ છે.
અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાએ લાઈટ બીલ ઘટાડવાની પહેલ કરી છે અને તેમાં સફળતા મળી છે,એક સમયે માસિક 15 લાખ જેવી રકમનું વીજબીલનું ભારણ સહન કરતી પાલિકામાં હાલ ઝીરો રૂપિયા બીલ થઈ ગયું છે.
તેનું મુખ્ય કારણ જાફરાબાદ પાલિકામાં 2019 થી 2020 માં પાલિકાના સાશનમાં પાલિકા પ્રમુખ સરમણ બારૈયા આવ્યા અને પાલિકાનું આર્થિક ભંડોળ સાથે પાલિકામાં સૌથી વધુ ખર્ચ સ્ટ્રીટલાઈટ, વોટર વર્કસ અને કચેરીઓમાં લાઇટને કારણે લાખોના બીલ આવતા હતા,અને પી.જી.વી.સી.એલ.નું દેણું વધવાથી વિકાસના કામો સાથે પાલિકાના કર્મચારીઓના પગાર ચૂકવવામાં ફાંફા પડતા હતા,આથી લાઈટ બીલ ઓછું આવે તેના માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા.
જાફરાબાદ નગરપાલિકામાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી અને કચેરીની લાઈટ, પાલિકા સંચાલિત સંપ, સ્ટ્રીટ લાઈટ વગેરે સોલારથી ચાલે છે. જેના કારણે લાઈટ બીલ શૂન્ય થઈ ગયું છે.જ્યારે પાલિકામાં રૂપિયા 48 લાખ 50 હજારના ખર્ચે સોલાર સિસ્ટમ લગાવવામાં આવી હતી.જેના ફળસ્વરૂપે માસિક લાખોના વીજબીલ માંથી જાફરાબાદ પાલિકાનું વીજબીલ શૂન્ય થઈ ગયું હોવાનો પાલિકા પ્રમુખ સરમણ બારૈયાએ જણાવ્યું હતું.