ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની વરણી
જગદીશ પંચાલ બન્યા ભાજપના સુકાની
વિધિવત રીતે જગદીશ પંચાલે ચાર્જ સંભાળ્યો
કાર્યકર્તા જ મારી ઓળખ - જગદીશ પંચાલ
નવ નિયુક્ત અધ્યક્ષે સંગઠનનો આભાર વ્યક્ત કર્યો
ગુજરાત ભાજપ અધ્યક્ષ કોણ બનશે તેવી અટકળોનો અંત આવ્યો હતો,અને આખરે અમદાવાદના નિકોલના ધારાસભ્ય,રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ ( વિશ્વકર્મા ) પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો પસંદગનો કાળાશ ઢોળવામાં આવ્યો હતો.ગાંધીનગર ખાતે કમલમમાં જગદીશ પંચાલની તાજપોશી કરવામાં આવી હતી.આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે.લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવા પ્રમુખે પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,મને જે જવાબદારી આપી છે, તે બદલ તમામને હું વંદન કરું છું. તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના વખાણ કરતા કહ્યું હતું કે, સી આર પાટીલે સંગઠનને વધુ મજબૂત બનાવાનું કામ કર્યું છે.
પોતાની નિમણૂકને કાર્યકરની ઓળખ ગણાવતા જગદીશ પંચાલે કહ્યું હતું કે, મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકરને આ જવાબદારી આપી છે. આ જવાબદારીની સાચી ઓળખ મારી સામે બેઠેલો કાર્યકર છે. મારી ઓળખ કેસરિયો ખેસ છે.'નવા પ્રમુખે કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ ઓળખ નથી, પરંતુ ભાજપનો કાર્યકર્તા ઓળખ છે.
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો જગદીશ પંચાલ ટેક્સટાઇલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જ થયો હતો. બી.એ. અને માર્કેટિંગમાં તેમણે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો ગણાય છે. તેમણે 1998માં બુથ ઇન્ચાર્જ તરીકે તેમની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ અમદાવાદના નિકોલથી ત્રણ વખત વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે 2015થી 2021 સુધી ફરજ બજાવી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં જ ભાજપે એમએમસીની 2021ની ચૂંટણી જીતી હતી.