Connect Gujarat
ગુજરાત

જામનગર: 10 ચોપડી ભણેલા શખ્સે ઊભું કર્યું ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્ક, 1600 પોર્ન વિડીયો કરી દીધા અપલોડ

જામનગર સાઇબર પોલીસની કાર્યવાહી,ચાઇલ્ડ પોર્નોગ્રાફી એપ અને વેબસાઇટનું કરાયું નિર્માણ,પોલીસે આરોપીની કરી ધરપકડ

X

જામનગર સાઇબર સેલે ગાંધીનગરના શખ્સને ચાઇલ્ડ પોર્નોગ્રાફી એપ અને વેબસાઇટનું નિર્માણ કરી તેના પર વાંધાજનક ક્લિપ વાયરલ કરતા ઝડપી પાડવામાં આવ્યો છે અત્યાર સુધીમાં આ શખ્સે 1600થી વધુ ક્લિપ વાયરલ કરી હોવાનું બહાર આવ્યું છે.

જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગરના સાઇબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનને સૂચના આપ્યા બાદ સાઇબર ક્રાઇમ સેલની ટુકડી સતત સરવેલન્સમાં હતી તે દરમ્યાન સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર બ્રાઉસર એનાલિસિસ કરતી વખતે એક ગ્રૂપની માહિતી મળી હતી જે ગ્રૂપની લિન્ક ઓપન કરતાં તેમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી પ્રવૃતિઓ થતી હોવાનું જણાઈ આવતા તે દિશામાં તપાસ આગળ વધારી હતી જે દરમ્યાન ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરનો કિશન રમાર નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતા આ શખ્સ દ્વારા 1600 જેટલી ચાઇલ્ડ પોર્નોગ્રાફી તથા અન્ય બીભત્સ કન્ટેન્ટ સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું.આ શખ્સ પોર્ન એપ અને એક બ્લોગનું સંચાલન કરતો હોવાનું બહાર આવ્યું છે જેમાં તેણે 224 જેટલી ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ક્લિપ અપલોડ કરી હતી.ધોરણ 10 સુધી ભણેલો કિશન ઇન્ટરનેટના માધ્યમથી આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃતિ કરતો અને ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી એપ બનાવતા પણ નેટ પરથી શીખ્યો હતો.

Next Story