Connect Gujarat
ગુજરાત

જામનગર : અફઘાનીસ્તાનની ભયાનકતા વચ્ચે 150 ભારતીય નાગરિકો વતન પહોંચ્યા

X

આફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી વાયુસેનાનું એર ક્રાફ્ટ જામનગર એરપોર્ટ પર પહોંચ્યું હતું. સ્વદેશમાં પગ મુકતની સાથે જ ભારતીય નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો.

વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફટ કાબુલથી 150થી વધુ લોકોને લઈને મંગળવારે સવારે રવાના થયું હતું, જે 11.15 વાગ્યે જામનગર એરબેઝ ખાતે લેન્ડ થયું હતું. જામનગર ખાતે આ વિમાન પહોંચતાં અફઘાનિસ્તાનથી પરત આવેલા નાગરિકોની આંખોમાં હર્ષાશ્રુ દેખાયા હતા. સુરક્ષિત વતન પરત પહોંચતાં જ ભારતીયોને હાશકારો થયો હતો. પ્રધાનમંત્રીએ સતત મોનિટરિંગ કરીને આ સમગ્ર મિશન પર સ્વયં દેખરેખ રાખી હતી.

જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ છે. આ સમયે જામનગર એરપોર્ટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી.

Next Story