જામનગર : બાલાહનુમાન મંદિરે ગવાતી અખંડ રામધૂનને 21 હજાર દિવસ પૂર્ણ, ભક્તોમાં આનંદ...

બાલાહનુમાન મંદિર ખાતે વર્ષોથી ચાલતી રામધૂન, રામધૂનને 21 હજાર દિવસ પૂર્ણ થતાં ભક્તોમાં આનંદ

New Update
જામનગર : બાલાહનુમાન મંદિરે ગવાતી અખંડ રામધૂનને 21 હજાર દિવસ પૂર્ણ, ભક્તોમાં આનંદ...

જામનગર શહેરમાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ બાલાહનુમાન મંદિરે વર્ષોથી ચાલતી રામધૂનને 21 હજાર દિવસ પૂર્ણ થતાં ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

જામનગર શહેર મધ્યે લાખોટા તળાવ નજીક વિશ્વ પ્રસિધ્ધ બાલાહનુમાન મંદિર આવેલું છે, જ્યાં ભક્તો દ્વારા ચાલતી રામધૂનને 21 હજાર દિવસ પૂરા થયા છે. બાલાહનુમાન મંદિર એ આ 21 હજાર દિવસમાં અનેક વખત ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને કોરોના મહામારી જેવી અનેક કુદરતી આપતિઓ આવવા છતાં અહી ભક્તો દ્વારા અખંડ રામધૂન ગવાય છે. તેમજ બાલાહનુમાન મંદિરને 2 વખત ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ પામ્યું છે. બાલાહનુમાન મંદિરે દરરોજના હજારો દર્શનાર્થીઓ ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ તેમજ હનુમાનના દર્શને આવી ધન્યતા અનુભવે છે.

Latest Stories