Connect Gujarat
ગુજરાત

જામનગર: હિન્દુ સેના દ્વારા 300 બહેનોને ધ કેરલા સ્ટોરી ફિલ્મ વિના મૂલ્યે બતાવવામાં આવી

જામનગરમાં હિન્દૂ સેના દ્વારા બહુ ચર્ચિત ફિલ્મ ધ કેરલા સ્ટોરી વિના મૂલ્યે બહેનોને બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું

X

જામનગરમાં હિન્દૂ સેના દ્વારા બહુ ચર્ચિત ફિલ્મ ધ કેરલા સ્ટોરી વિના મૂલ્યે બહેનોને બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બેહનોએ ઉપસ્થિત રહી ફિલ્મને નિહાળી હતી

હિન્દૂ સેના જામનગર દ્વારા ક્રિસ્ટલ મોલ મલ્ટીપ્લેક્સમાં બહેનોને વિના મૂલ્યે ધ કેરલા સ્ટોરી ફિલ્મ બતાવવાનું આયોજન કરવામા આવ્યું હતુ જેમાં મેયર બીનાબેન કોઠારી, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ,પ્રખર વક્તા કાજલ હિન્દુસ્તાની અને હિન્દુસેનાના પ્રતીક ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.300થી વધુ બહેનોએ આ ફિલ્મ વિના મૂલ્યે નિહાળી હતી

Next Story