જામનગર : શાયર નાઝીર દેખૈયાના જન્મ શતાબ્દી નિમિતે પુસ્તક વિમોચન અને કાવ્ય પઠન કાર્યક્રમનું આયોજન કરાયું

માનવ ફાઉન્ડેશન દ્વારા શાયર નાઝીર દેખૈયાના જન્મ શતાબ્દી નિમિત્તે પુસ્તક વિમોચન અને કાવ્ય પઠન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
જામનગર : શાયર નાઝીર દેખૈયાના જન્મ શતાબ્દી નિમિતે પુસ્તક વિમોચન અને કાવ્ય પઠન કાર્યક્રમનું આયોજન કરાયું

જામનગર માનવ ફાઉન્ડેશન દ્વારા શાયર નાઝીર દેખૈયાના જન્મ શતાબ્દી નિમિત્તે પુસ્તક વિમોચન અને કાવ્ય પઠન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં માનવ ફાઉન્ડેશન અને કવિતા કક્ષ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે શાયર નાઝીર દેખૈયાની શતાબ્દી નિમિત્તે ધીરુભાઈ વાણિજ્ય ભવન હોલ ખાતે કાવ્ય પઠન અને નાઝિર દેખૈયાના કાવ્યનું પુસ્તકના વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ. ફીરદોશ દેખૈયા અને હિમલ પંડ્યા દ્વારા નાઝિર દેખૈયા વિશે સંવાદ અને શબ્દ સ્વરની સંગીત હાર્દિક દવે સંગ યોજવામાં આવ્યું હતું તેમજ શાયર નાઝીર દેખૈયાના સમગ્ર સર્જનના પુસ્તક "એ વાત મને મંજૂર નથી" નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories