જામનગરમાં જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા આજે જિલ્લા કલેક્ટર સાથે જિલ્લાના ગામે ગામ જઈને જળ સ્ત્રોતોને પૂન: જીવિત કરવાના અભિયાનનો એમઓયુ કરી શરૂઆત કરવામાં આવી છે
જામનગર જીલ્લામાં જળ સ્ત્રોતોમાંથી કાંપ દૂર કરી જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા આજે જિલ્લા કલાકેટર સાથે એમઓયુ કરવામાં આવ્યુ છે. જેમાં જામનગર જિલ્લાના 418 ગામડાઓમાં જળ સંચય વિષે જન જાગૃતિ અભિયાન રથ ફેરવવામાં આવશે અને ગામે ગામ ફરી લોક સંપર્ક કરી ગામના તળાવો વિષે માહિતી એકઠી કરી જે તળાવોમાં કાંપ કાઢી ઊંડું કરવાની જરૂર હોય ત્યાં સ્થાનિક લોકો અને તલાટી પાસે નિયત ફોરમમાં કાર્યવાહી કરાવી વિવિધ યોજનાઓ અન્વયે કામગીરી હાથ ધરવામાં આવશે.જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેક્ટર બી.એ.શાહ અને નોડલ ઓફિસર શ્રેયસ હરદયા દ્વારા જૈન સંગઠન ફાઉન્ડેશનના પ્રચાર રથને ઝંડી આપી વિધિવત રવાના કરવામાં આવ્યો હતો