જામનગર: જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈને ખાસ બેઠક યોજી તખ્તો તૈયાર કરાયો

જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીને ધ્યાને રાખીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.

New Update

જામનગરના જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસમાંથી જામનગર લોકસભા મતવિસ્તારના નવનિયુક્ત પ્રભારી ડો. હેમાંગભાઈ વસાવડા અને ઇંદ્રવિજયસિંહ ગોહિલની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદેદારોની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી સંગઠન મજબૂતી, બૂથ કમિટીની રચના અને પેજ પ્રભારી જેવી અનેક પ્રક્રિયાઓ તેજ કરી દેવામાં આવી છે. આ બેઠકમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયા, સહારાબેન મકવાણા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories