Connect Gujarat
ગુજરાત

જામનગર : લાડુ આરોગવા માટેની અનોખી સ્પર્ધા, જુઓ "ઓપન સૌરાષ્ટ્ર લાડુ" સ્પર્ધામાં કોણ બન્યું વિજેતા..!

ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુ આરોગવાની ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક પુરુષ 12 લાડુ અને મહિલા 9 લાડુ આરોગી વિજેતા થયા

X

જામનગરમાં બ્રહ્મ સોશ્યલ ગ્રૂપ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુ આરોગવાની ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક પુરુષ 12 લાડુ અને મહિલા 9 લાડુ આરોગી વિજેતા થયા હતા. જામનગરમાં બ્રહ્મ સોશ્યલ ગ્રૂપ દ્વારા છેલ્લા 13 વર્ષથી લાડુ આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજથી શરૂ થતાં ગણેશ મહોત્સવ નિમિત્તે આ વર્ષે પણ ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં કુલ 56 લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી 31 સ્પર્ધકો હાજર રહ્યા હતા. 15 વર્ષથી ઉપરના ભાઈઓ તેમજ બહેનો અને 15 વર્ષ સુધીના બાળકો એમ 3 કેટેગરીમાં આ સ્પર્ધા યોજાય હતી. ઉપરાંત સ્પર્ધામાં 100 ગ્રામ વજનના શુધ્ધ ઘી અને ડ્રાયફ્રુટ સાથેના લાડુ સ્પર્ધકોને પીરસવામાં આવ્યા હતા. ભાણવડના રમેશ જોટંગિયા 12 લાડુ તેમજ જામનગરના મહિલા સ્પર્ધક પદ્મિની ગજેરા 9 લાડુ અને બાળકોમાં ૐ જોશી 5 લાડુ આરોગી વિજેતા થયા હતા. ઉપરાંત વિજેતા સ્પર્ધકોને સંસ્થા તરફથી રોકડ પુરસ્કાર અને સન્માન કરવામાં આવે છે.

Next Story