/connect-gujarat/media/post_banners/a7aa216f9632dfaac6c5e354fdf873d3812a2464490550b5f9f089b7a6479dbf.jpg)
આગામી દિવાળી તહેવારની તૈયારીઓને લઈ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરની એક મહિલા દ્વારા દિવાળી પર્વ નિમિતે પોતાના નિવાસસ્થાને સામાન્ય ચિરોડી કલરમાંથી અંદાજે 7 ફૂટની આકર્ષક રંગોળી તૈયાર કરી છે.
જેમ જેમ દિવાળી પર્વ નજીક આવી રહ્યો છે, તેમ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરમાં વાલકેશ્વરીનગરી વિસ્તારમાં રહેતા રિધ્ધિ શેઠ દ્વારા સામાન્ય ચિરોડી કલરમાંથી સુંદર રંગોળીનું સર્જન કરવામાં આવ્યું છે. દર વર્ષે રંગોળીમાં કઇંક અલગ જ બનાવનાર રિધ્ધિ શેઠ દ્વારા આ વર્ષે ભારતની પ્રખ્યાત પરંપરાગત નૃત્ય શૈલી ભારતનાટ્યમ નૃત્ય કરતી એક સુંદર ભારતીય સ્ત્રીનું આલેખન કરવામાં આવ્યું છે. રંગોળીમાં નૃત્યાંગના કટકામુખમ મુદ્રામાં પોતાના ભાવ પ્રદર્શિત કરતી નજરે પડે છે. ભરતનાટ્યમ નૃત્યની આ પ્રખ્યાત મુદ્રા ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી વગાડતા દર્શાવે છે. જેને અમુક લોકો ક્રુષ્ણ મુદ્રા તરીકે પણ ઓળખે છે. સામાન્ય રસ્તે મળતા ચિરોડી રંગથી બનાવવામાં આવેલ આ રંગોળી આશરે 7 દિવસની જહેમત બાદ આકાર પામી છે. ઉપરાંત અત્યાર સુધીમાં રિધ્ધિ શેઠ દ્વારા વડોદરા ઉપરાંત ગુજરાતમાં અનેક શહેરોમાં તથા શુભ પ્રસંગોએ રંગોળીનું સર્જન કરવામાં આવ્યું છે.