Connect Gujarat
ગુજરાત

જામનગર : ફોટોગ્રાફીમાં કૌશલ્ય વધુ વિકસે તે હેતુ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા વર્કશોપ યોજાયો...

આગામી લગ્નની સિઝન ચાલુ થાય તે પહેલા ફોટોગ્રાફી અને તેના સાધનો અંગે સંપૂર્ણ માહિતી મળે તેમજ કેમેરા અંગે નવી ટેકનૉલોજી મેળવી શકે તે માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

જામનગર ખાતે ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આગામી લગ્નની સિઝન ચાલુ થાય તે પહેલા ફોટોગ્રાફી અને તેના સાધનો અંગે સંપૂર્ણ માહિતી મળે તેમજ કેમેરા અંગે નવી ટેકનૉલોજી મેળવી શકે તે માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં આગામી લગ્નની સિઝન ચાલુ થાય તે પહેલા જામનગર ફોટોગ્રાફર એસોસિએશન, પ્રોફેશનલ ફોટોગ્રાફર ક્લબ અને ઈમેજિંગ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા શહેરના ફોટોગ્રાફરો માટે સોની કંપનીના કેમેરા અંગેનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં ફોટોગ્રાફરોને સોની કંપનીના કેમેરામાં આવતા નવા મોડલ્સ, નવી ટેકનૉલોજી અને તેના ફીચર્સ અંગે રાજકોટ અને અમદાવાદના તજજ્ઞો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં ફોટોગ્રાફરો તેના ફોટોગ્રાફીના વ્યવસાયમાં પારંગત બને અને પોતાની ફોટોગ્રાફીની સ્કિલ વધુ ડેવલોપ કરી શકે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story