Connect Gujarat
ગુજરાત

જામનગર: વહીવટી તંત્ર દ્વારા સશસ્ત્ર સેના દિવસની ઉજવણી, સૈનિક પરિવારોને મદદરૂપ થવાનો આશય

સશસ્ત્ર સેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને દેશ માટે બલિદાન આપનારા સૈનિક પરિવારોને મદદરૂપ થવા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો

X

જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સશસ્ત્ર સેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને દેશ માટે બલિદાન આપનારા સૈનિક પરિવારોને મદદરૂપ થવા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો

આપણા જવાનો દેશસેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના પવિત્ર માતૃભુમિના રક્ષણ કાજે શહીદ થવા,પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડિત રાખવા, આપણા ખમીરવંતા આદર્શો તેમજ ભદ્ર સંસ્કારોનું રક્ષણ કરવા, તથા આપણે દરેક ક્ષેત્રે વિજયી બનાવી આપણું મસ્તક ઉન્નત રાખવા પોતે બધા જ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તત્પર રહે છે. તેમજ દેશની આંતરીક અવ્યવસ્થા અને કુદરતી પ્રકોપો સામે પણ નાગરીકોના રક્ષણ કાજે અડીખમ ઉભા રહી સેવા આપે છે. તેઓના તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા "સશસ્ત્ર સેના ધ્વજદિન" આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. ત્યારે જામનગર જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કમાન્ડર સંદીપ જયસ્વાલ (નિવૃત)ની સર્વેને ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરી હતી

Next Story