/connect-gujarat/media/media_files/2025/10/06/ahwadmg-2025-10-06-14-44-35.jpg)
જામનગર જિલ્લાના ખંભાળિયા બાયપાસ રોડ પર એરપોર્ટ રોડની સામે 5,555 કુંડ ધરાવતા અને ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક તેમજ વૈજ્ઞાનિક ચેતનાના સૌથી ભવ્ય મોટા ઉત્સવ એવા અશ્વમેધ મહાયજ્ઞ મહોત્સવ-2026નું આગામી તા. 12થી 20 ફેબ્રુઆરી-2026 દરમ્યાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આજથી બરાબર 5,555 વર્ષ પછી, આ અશ્વમેધ મહાયજ્ઞ એ જ શુભમુહૂર્ત પર ફરી એકવાર જામનગર જિલ્લાના ખંભાળિયા બાયપાસ રોડ પર એરપોર્ટ રોડની સામે યોજાય રહ્યો છે. ભગવાન કૃષ્ણ એ યુધિષ્ઠિરને અશ્વમેધ યજ્ઞ કરાવ્યો હતો. આ યજ્ઞ 5,555 વર્ષ પછી મહાભારત કાળના એ જ દિવ્ય શુભ મુહૂર્ત પર ફરીથી યોજાય રહ્યો છે, જે ઇતિહાસમાં પહેલીવાર આધુનિક ભારતમાં અનુભવાશે. આ સાથે જ 9.999 કિમી ભારતભ્રમણ યાત્રા, સંસ્કૃતિ અને એકતાની 21 દિવસની યાત્રા, 1250 આચાર્યો અને પંડિતો દ્વારા સામૂહિક મંત્રોચ્ચાર, સામૂહિક ઉર્જા અને આધ્યાત્મિક જાગૃતિ, ઔષધીય પ્રસાદ અને અગ્નિહોત્ર સંશોધન, પર્યાવરણ અને આરોગ્યનું એકીકરણ, વૈદિક, વૈજ્ઞાનિક અને જ્યોતિષીય સંગમ, રાષ્ટ્રીય શુદ્ધિકરણ, માનસિક સંતુલન અને પર્યાવરણીય શુદ્ધિકરણ, આધ્યાત્મિક અને સામાજિક ઉદ્દેશ્યો, રાષ્ટ્ર અને સમાજની એકતા માટે સામૂહિક પ્રથા, સંસ્કૃતિ, સનાતન ધર્મ અને પર્યાવરણનું એકીકરણ, પ્રદૂષણમુક્ત વાતાવરણ અને સકારાત્મક ઉર્જાનું નિર્માણ, ખેડૂતો, MSME અને સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન, ઉત્સવના મુખ્ય આકર્ષણો રહેવાના છે. એટલું જ નહીં, શ્રીમદ્ ભાગવત કથા અને ધર્મ સભા, સંતો-આચાર્યો અને ઉપદેશકોનો મેળાવડો માર્ગદર્શન, કૃષિ, ઉદ્યોગ અને MSME મેળો ગ્રામીણ વિકાસમાં એક નવો અધ્યાય લઈને આવશે, જ્યાં લોક કલા, સંગીત અને નૃત્ય મહોત્સવ, ભારતની વિવિધતાનો ઉજવણી, આરોગ્ય, પર્યાવરણ અને યોગ મંડપ, શરીર, મન અને પ્રકૃતિનો સંગમ, બાળ-યુવા સંસ્કાર પ્રયોગ, ટેન્ટ સિટી અને સુવિધાઓમાં 6 હજારથી વધુ ટેન્ટ, 25 હજાર લોકો માટે રહેવાની વ્યવસ્થા, LED સ્ક્રીન, સાઉન્ડ-લાઇટ શો, મેગા ડોમ, સાત્વિક ખોરાક, 24x7 સુરક્ષા અને તબીબી સેવાઓ મળી રહેશે, ત્યારે અશ્વમેધ યજ્ઞ અને ભારત ભ્રમણ યાત્રા માટે મર્યાદિત બેઠકો હોવાથી લોકોએ જલ્દીથી પોતાની નોંધણી કરાવી આ ઐતિહાસિક પ્રસંગનો ભાગ બનવા અપીલ કરવામાં આવી છે.