Connect Gujarat
ગુજરાત

જામનગર : બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ

ધો-10 અને 12 બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાઈ , જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષા કેન્દ્ર ખાતે કર્યું જાત નિરીક્ષણ.

X

સમગ્ર રાજ્યની સાથે જામનગર તંત્ર દ્વારા પણ ધોરણ 10 અને 12ના બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જામનગર ખાતે જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્ર પર પહોચી જાત નિરીક્ષણ કર્યું હતું.

કોરોના મહામારીના કારણે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન અપાયા હતા, ત્યારે હાલ કોરોના હળવો થતાં શાળાઓ પુનઃ શરૂ કરવામાં આવી છે. જામનગરમાં આજે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં ધોરણ 10 અને 12ના તમામ પરીક્ષા કેન્દ્રો પર સેનિટાઇઝર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન થાય છે કે, નહીં તે માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાત મુલાકાત લેવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્ર પર આવતા તમામ પરિક્ષાર્થીઓના શરીરનું તાપમાન તપાસી, સેનેટાઇઝ કર્યા બાદ જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જામનગર જિલ્લામાં ધોરણ 10ના 6727 વિદ્યાર્થી, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 2439 વિદ્યાર્થી અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 305 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તેમજ ધોરણ 10 અને 12ના જિલ્લામાં અંદાજિત 9471 જેટલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story