જામનગર: સી.એમ.ભુપેન્દ્ર પટેલ ધુંવાવ ગામે પહોંચ્યા, પૂર અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત

જામનગરમાં પુર્ણા કારણે તારાજી, નવ નિયુક્ત સી.એમ.જામનગર પહોંચ્યા.

New Update
જામનગર: સી.એમ.ભુપેન્દ્ર પટેલ ધુંવાવ ગામે પહોંચ્યા, પૂર અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત

જામનગરમાં મેઘરાજાએ કહેર વાર્તાવ્યો છે ત્યારે જળબંબાકારની પરિસ્થિતી વચ્ચે સી.એમ.ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે પહોંચ્યા હતા અને અસરગ્રત લોકોને તમામ મદદની ખાતરી આપી હતી.

Advertisment

જામનગર પર જાણે કે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય એમ રવિવાર રાતથી સોમવાર સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ હતી. જળપ્રલયને કારણે જામનગરનું ધુંવાવ ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું અને 24 કલાકના જળતાંડવે ભારે તબાહી નોતરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધુંવાવ ગામે પહોંચ્યા હતા અને અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી તેમણે તમામ મદદની ખાતરી આપી હતી.

મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ સહાયની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ પૂનમ બહેન, પૂર્વ મંત્રી હકુભા જાડેજા,ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર તેમજ અન્ય પદાધિકારીઓ,મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી, કલેકટર સૌરભ પારઘી સહિતના આગેવાનો જોડાયા હતા

Advertisment