Connect Gujarat
ગુજરાત

જામનગર : કોવિડ હોસ્પિટલની ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ

જામનગર : કોવિડ હોસ્પિટલની ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ
X

શહેરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કાર્યરત એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભેની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઈને આ બનાવમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં અને કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવા અંગે સૂચન કરાયું છે.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય મંત્રી મંડળની મળેલી બેઠકમાં જામનગર ખાતેની ઘટનાની જાણ થતાં ઘટના સંદર્ભે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ આપી ઘટનાના મૂળ સુધી પહોચી ત્વરિત તપાસ કરવાના આદેશો કર્યા છે. આ માટે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય કમિશ્નરને સૂચના આપી સ્થાનિક કક્ષાએ તપાસ સમિતિ નિમીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા જણાવ્યુ છે. આ તપાસ કમિટીમાં જામનગરના પ્રાંત અધિકારી, ASP અને મેડિકલ કોલેજના ડીનની નિમણૂંક કરવામાં આવી છે.

આ કમિટી સમગ્ર બનાવની તપાસ કરી અહેવાલના આધારે કસૂરવારો સામે કડક કાર્યવાહી હાથ ધરશે. તો સાથે જ રાજ્યભરમાં કોઈપણ બેન કે, દીકરીઓ રોજગાર માટે જ્યાં પણ કામ કરતી હશે અને ત્યાં આવા પ્રકારનું શોષણ થતું હશે તો, રાજ્ય સરકાર ચલાવી લેશે નહીં, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવા વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યો છે.

Next Story