જામનગર: દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય સત્સંગનો કાર્યક્રમ યોજાયો, અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

જામનગરમાં દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય સત્સંગ, ધ્યાન અને પ્રશ્નોતરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
જામનગર: દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય સત્સંગનો કાર્યક્રમ યોજાયો, અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

જામનગરમાં દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય સત્સંગ, ધ્યાન અને પ્રશ્નોતરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

જામનગરના આંગણે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ્રદર્શન મેદાનમાં ત્રિદિવસીય સત્સંગ, ધ્યાન અને પ્રશ્નોતરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ થકી જીવનના સુખ અને દુખમાંથી કાયમી મુક્તિનો અનુભવ કરાવતા સત્સંગ તથા જ્ઞાનવિધિનો કાર્યક્રમ યોજાયો હતો.પ્રથમ દિવસે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયાએ પૂજ્ય દીપકભાઈના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલમાં આયોજન કરાયું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલીકરણ અંગે ચર્ચા કરાય

  • તબીબવર્ગવેપારી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાંએક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંતએક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ ફાયદાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

આ અવસરેએક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારીPM મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઅંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગવેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.