Connect Gujarat
ગુજરાત

જામનગર : હાલારમાં માજી સૈનિક મંડળ દ્વારા કેટલીક માંગણીઓને લઈને આર્મી ગેટ પાસે ધરણાં પ્રદર્શન

31 ઇન્ફન્ટ્રિ સોમનાથ ગેઇટ પાસે ધરણાં પ્રદર્શન યોજાયું, સૈનિકોને થતી મુશ્કેલી અંગે બ્રિગેડ કમાન્ડરને રજૂઆત

X

જામનગરમાં હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા સીએસડિ કેન્ટીનમાં પ્રવેશ અને અન્ય મુદાઓ સાથે આર્મી ગેઇટ પાસે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ધરણાં અને પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું.

જામનગરમાં હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાની આગેવાનીમાં માજી સૈનિકો અને તેના પરિવારજનો તેમજ વીરનારીઓ દ્વારા 31 ઇન્ફન્ટ્રિ સોમનાથ ગેઇટ પાસે ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .જેમાં માજી સૈનિકોને નડતી મુશ્કેલી અંગે બ્રિગેડ કમાન્ડરને રજૂઆત કરવામાં આવી હતી પણ તેમના દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. કેન્ટીનમાંથી રોજબરોજની અને જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવા અંગે માજી સૈનિકો અને તેના પરિવાર દ્વારા ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story