/connect-gujarat/media/post_banners/1c2d34a7efca1fd5b20297552b6784717287bd008aa61635c79d4d0372012c7d.jpg)
બિપરજોય વાવાઝોડાના પગલે ઓખાના દરિયામાં હાલ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ખાનગી કંપનીની ઓઈલ રિંગ પર ફસાયેલા કર્મચારીઓનું હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત 'બિપરજોય' વાવઝોડું હવે અતિપ્રચંડ બન્યું છે. તેવામાં ભારતીય તટ રક્ષક પ્રાદેશિક મુખ્ય મથક ઉત્તર-પશ્ચિમ ઓઇલ ડ્રિલિંગ શિપ 'કી-સિંગાપોર'માંથી 30થી વધુ કર્મચારીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યંત ગંભીર ચક્રવાત ‘બિપરજોય’ નજીક આવવાના કારણે દરિયાની સ્થિતિ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે ઓઈલ રિંગ દેવભૂમિ દ્વારકાથી 25 માઈલ દૂર ખુલ્લા સમુદ્રમાં છે. ICGએ બચાવ કામગીરી માટે તેના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર MK-III ને સેવામાં લગાવ્યું હતું. જેમાં 11 કર્મચારીઓને એરલિફ્ટ કરી ઓખા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ ભારતીય કોસ્ટ ગાર્ડના તમામ એકમો જરૂરીયાત મુજબ સહાય આપવા માટે સજ્જ થયા છે.