જામનગર: લાખોટા તળાવમાં પાણી ભરવાનું શરૂ કરાયું, પદાધિકારીઓ દ્વારા કરાયા નર્મદાના નીરના વધામણા

જામનગરમાં સૌની યોજના થકી લાખોટા તળાવમાં પાણી ભરવાનું શરૂ કરાતા જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ દ્વારા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા

New Update
જામનગર: લાખોટા તળાવમાં પાણી ભરવાનું શરૂ કરાયું, પદાધિકારીઓ દ્વારા કરાયા નર્મદાના નીરના વધામણા

જામનગરમાં સૌની યોજના થકી લાખોટા તળાવમાં પાણી ભરવાનું શરૂ કરાતા જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ દ્વારા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા.

જામનગર શહેર મધ્યે આવેલો લાખેણા લાખોટા તળાવમાં સૌની યોજના થી પાણી ભરાવાનું શરૂ કરવામાં આવતા આજે લાખોટા તળાવમાં સૌની યોજનાના નવા નીર આવવાની શરૂઆત થઈ હતી ત્યારે જામનગર મહાનગર પાલિકાના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા લાખોટા તળાવે નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં ધારાસભ્ય આર.સી.ફળદુ, શહેર ભાજપ અધ્યક્ષ ડોકટર વિમલભાઈ કગથરા, મેયર બિનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories