Connect Gujarat
ગુજરાત

ફિલ્મસ્ટાર વરુણ ધવને જામનગરમાં નવરાત્રિ ઉત્સવમાં લીધો ભાગ,ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા

જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમના પ્રયત્નોથી જામનગરમાં સતત બીજા દિવસે વધુ એક ફિલ્મ કલાકારનું આગમન થયું હતું,

X

જાણીતા ફિલ્મ સ્ટાર વરુણ ધવને જામનગરની અલગ અલગ નવરાત્રી ઉત્સવોમાં હાજરી આપી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો

જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમના પ્રયત્નોથી જામનગરમાં સતત બીજા દિવસે વધુ એક ફિલ્મ કલાકારનું આગમન થયું હતું, આયુષ્યમાન ખુરાના બાદ યુવા સ્ટાર વરુણ ધવન જામનગરના મહેમાન બન્યા હતા અને જામનગરની અલગ અલગ નવરાત્રી ઉત્સવોમાં ભાગ લઇ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ પ્રસંગે ફિલ્મસ્ટાર વરુણ ધવને જામનગરની સ્વચ્છતા અને સલામતીના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે મને જામનગર ગમ્યુ છે.આ મુલાકાત પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદ ખીમસૂર્યા, ચેરમેન નિલેશભાઇ કગથરા અને શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story