Connect Gujarat
ગુજરાત

જામનગર : છેલ્લા 7 વર્ષથી નગરસેવિકા દ્વારા લોકોને વિનામુલ્યે ચકલીના માળા અને પાણીના કુંડનું વિતરણ

લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે 20 માર્ચના દિવસને વિશ્વ ચકલી દિવસ જાહેર કરવામાં આવ્યો છે,

X

લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે 20 માર્ચના દિવસને વિશ્વ ચકલી દિવસ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે જામનગરમાં પણ છેલ્લા 7 વર્ષથી મહિલા કોર્પોરેટર ડીમ્પલ રાવલ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં શહેરીજનોને વિનામુલ્યે ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજે તા. 20મો માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ, ત્યારે આ દિવસે સમગ્ર વિશ્વમાં ચકલીને બચાવવા માટેના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. તેવામાં જામનગર શહેરમાં હાલ ફળિયાઓનું સ્થાન ઊંચા ઊંચા ફ્લેટએ લીધું અને કોંકરીટના જંગલો, મોબાઈલ ટાવરને લઈ ઘર આંગણાનું પક્ષી ચકલી હવે જવલ્લેજ કોઈ જગ્યાએ જોવા મળે છે, ત્યારે જામનગરના ભારતીય જનતા પાર્ટીના અને વોર્ડ નં. 2ના મહિલા કોર્પોરેટર ડીમ્પલ રાવલ દ્વારા છેલ્લા 7 વર્ષથી તેમને મળતા કોર્પોરેટર પદના ભથ્થાની રકમ લોકોને વિનામુલ્યે ચકલીના માળા અને પક્ષીઓને પીવા માટેના કુંડાનું વિતરણમાં ખર્ચ કરે છે. ચકલી બચાવો અભિયાનમાં આ વર્ષે પણ 7 રસ્તા સર્કલ, લાલબંગલા સર્કલ, પંચેશ્વર ટાવર અને ડિકેવી કોલેજ સર્કલ ખાતે લોકોને વિનામુલ્યે ચકલી ઘર અને પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા કોર્પોરેટર સાથે શહેરની પર્યાવરણ પ્રેમી જનતા અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાય હતી. આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, મેયર બિના કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, પૂર્વ ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, શાસકપક્ષ નેતા કુસુમ પંડ્યા સહિત શહેરના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story