જામનગર : ગણેશજીએ ખેડૂતને સ્વપ્નમાં આવી કહ્યું : શાસ્ત્રોક્ત વિધિ સાથે મારી સ્થાપના કરો

ઉંચી ટેકરી પર ગણેશજીના ભવ્ય મંદિરનું નિર્માણ, સપ્ડેશ્વર સિધ્ધીવિનાયક મંદિરે લાગી ભક્તોની કતાર.

જામનગર : ગણેશજીએ ખેડૂતને સ્વપ્નમાં આવી કહ્યું : શાસ્ત્રોક્ત વિધિ સાથે મારી સ્થાપના કરો
New Update

જામનગરના એક ગુર્જર સુથાર જ્ઞાતિના ખેડૂતને સ્વપ્નમાં આવીને ભગવાને કહ્યું હતું કે, હું રૂપારેલ નદીમાં બેઠો છું, અને મને બહાર કાઢીને મારી શાસ્ત્રોકત વિધિથી સ્થાપના કરો. ત્યારબાદ જામનગરથી 20 કિલોમીટર દુર આવેલ સપ્ડેશ્વર સિધ્ધી વિનાયક ગણપતિની શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરવામાં આવી હતી. ઊંચી ટેકરી ઉપર સિધ્ધિવિનાયક ગણેશજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમ્યાન શ્રીજીભક્તો શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે જામનગરથી 20 કિલોમીટર દુર આવેલ સપડેશ્વર ગણપતિ મંદિરે હજારોની સંખ્યામાં ગણેશભકતો ભગવાન ગણેશજીના દર્શન કરવા લાંબી કતારો લગાવી રહ્યા છે. જામનગરના સપડાના ગણેશજી વિષે જાણીએ તો, સપડેશ્વર સિધ્ધી વિનાયક મંદિર આશરે 605 વર્ષથી પણ વધુ જૂનું મંદિર છે. એક ગુર્જર સુથાર જ્ઞાતિના ખેડૂતને સ્વપ્નમાં આવીને ભગવાન ગણેશજી કહ્યું હતું કે, હું રૂપારેલ નદીમાં બેઠો છું અને મને બહાર કાઢીને મારી શાસ્ત્રોકત વિધિ સાથે સ્થાપના કરો.

ત્યારબાદ ઊંચી ટેકરી ઉપર સપડા નજીક દુંદાળા દેવ પ્રગટ થયા અને બીજા નામ પ્રમાણે સિધ્ધી વિનાયકની પૂજાવિધિ સાથે સ્થાપના કરવામાં આવી હતી. જામનગરથી હજારોની સંખ્યામાં ગણેશભક્તો ચાલીને 20 કિલોમીટરનું અંતર કાપી વહેલી સવારે સપડા ગણેશ મંદિરે પહોંચે છે, ત્યારે હાલ ગણેશ મહોત્સવ દરમ્યાન સિધ્ધીવિનાયક મંદિર ખાતે શ્રીજીભક્તો શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

#Jamnagar #Lord Ganesh #Ganesh Mahotsav #Ganesh Festival #Connect Gujarat News #Ganesh Chaturthi 2021
Here are a few more articles:
Read the Next Article