/connect-gujarat/media/post_banners/68d7afb04f96e0377926056f91dd3a0ad1f73e03cefec5d9bc5db652f368e79a.jpg)
જામનગરમાં મહેશનવમી મહાપર્વ નિમિતે શ્રી માહેશ્વરી નાગોરી વણિક સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને ધ્વજારોહણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું
જામનગરમાં નાગોરી વણિક સમિતિ દ્વારા મહેશનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે જામનગર શહેરમાં આવેલ હેમેશ્વર મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ તથા શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ હેમેશ્વર મહાદેવ મંદિરથી નીલકંઠ મહાદેવ મંદિરથી ફરીથી હેમેશ્વર મહાદેવ મંદિરે શોભાયાત્રા વિરામ આપી હેમેશ્વર મહાદેવ મંદિરે ધ્વજારોહણ યોજવામાં આવ્યું હતું.આ શોભાયાત્રામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી સમીર સારડા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહેશ્વરી નાગોરી વણિક સમિતિના હોદેદારો, અગ્રણીઓ અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા