શિયાળાની શરૂઆત થતાં જ જામનગરમાં વહેલી સવારથી જ સ્વાસ્થ્ય પ્રેમીઓ મોર્નિંગ વોકની દોડ લગાવવા માટે નીકળે છે, ત્યારે પોતાના શરીરને વિવિધ રોગો સામે રક્ષણ આપવા અહી મળતું વેજીટેબલ સૂપ અને કઠોળના સૂપનું સ્વાસ્થ્ય પ્રેમીઓ સેવન કરી રહ્યા છે.
શિયાળાની શરૂઆત થતા જ જામનગરમાં લાખોટા તળાવ, જોગર્સ પાર્ક અને પંચવટી સહિતના અનેક વિસ્તારોમાં વહેલી સવારે મોર્નિંગ વોક કરનારા જોવા મળે છે, ત્યારે મોર્નિંગ વોક કરનારાઓ માટે અનેક સ્થળોએ મળતો વેજીટેબલ સૂપ અને કઠોળના સૂપનું સેવન કરવાનું ઘણું જ મહત્વ છે. વહેલી સવારે વોક કર્યા બાદ ટામેટાં, સરગવા, બીટ, ગાજર, આમળા સહિત કઠોળ તેમજ અનેક પ્રકારના મસાલાઓમાંથી બનાવવામાં આવતો આરોગ્ય વર્ધક સૂપ સ્વાસ્થ્ય પ્રેમીઓના સ્વાસ્થ માટે લાભદાયી બન્યો છે. આ સૂપનું સેવન શરદી, ઉધરસ, શ્વાસ તેમજ કોરોના જેવા જટિલ રોગ સામે રક્ષણ મેળવવા અતિ ઉપયોગી બને છે.