Connect Gujarat
ગુજરાત

જામનગર : પઠાણ ફિલ્મના પોસ્ટર પર ચપ્પલ વરસાવી હિન્દુ સેનાએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ...

જામનગર હિન્દુ સેનાએ પઠાણ ફિલ્મને લઈ શહેરના મધ્ય ભાગમાં આવેલા બેડી ગેઇટ વિસ્તારમાં અનોખી રીતે બહિષ્કાર કર્યો હતો.

X

જામનગર હિન્દુ સેના દ્વારા પઠાણ ફિલ્મનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ફિલ્મના પોસ્ટર રોડ પર લગાવી, આવતા જતાં રાહદારીઓ પાસે ચપ્પલથી માર મારવામાં આવ્યો હતો.

જામનગર હિન્દુ સેનાએ પઠાણ ફિલ્મને લઈ શહેરના મધ્ય ભાગમાં આવેલા બેડી ગેઇટ વિસ્તારમાં અનોખી રીતે બહિષ્કાર કર્યો હતો. જેમાં પઠાણ ફિલ્મમાં ભગવા રંગને બેશરમી રંગ બતાવી હિન્દુ ધર્મની લાગણી દુભાવી છે. સનાતન ધર્મના ભગવા રંગનું અપમાન કર્યું છે, જેને બૉલીવુડની હિન્દુ ધર્મ વિરુદ્ધ સાજિશ કહી હતી. આ સાથે જ ગુજરાત સરકારને હિન્દુ સેના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, હિન્દુવાદી સરકારના મુખ્યમંત્રીએ હિંદુત્વનો સાથ આપી આ ફિલ્મને ગુજરાતમાં બેન કરવી જોઈએ. ઉપરાંત આવતા સમયમાં આવી ફિલ્મો પર સેન્સર બોર્ડમાંથી પરવાનગી ન મળે તેવી પણ હિન્દુ સેનાએ માંગણી કરી હતી.

Next Story